રાજનીતિ

જાન્યુઆરીના અંત સુધીમાં ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જણો વધુ

92views

હાલ ભાજપનાં સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયામાં બૂથ સ્તરની ચૂંટણી 11 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઇ છે. મંડળ, જિલ્લા અને રાજ્યોનાં અધ્યક્ષોની ચૂંટણી 15 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયામાં અંદાજે એક મહીનાનો સમય લાગશે. એવામાં પાર્ટી અધ્યક્ષનાં નામ પર જાન્યુઆરી સુધીની મહોર લાગી જશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીની કમાન આગામી વર્ષે જાન્યુઆરી સુધી સંપૂર્ણ રીતે જે.પી નડ્ડાનાં હાથમાં આવવાનું હવે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. એવી આશા છે કે ભાજપનાં સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નડ્ડાને પૂર્ણ રૂપથી આ જવાબદારી સોંપવામાં આવશે. હાલમાં તેઓ ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ છે.

 

Leave a Response

error: Content is protected !!