રાજનીતિ

રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા પરિવારોને મળશે વ્યાપક રોજગારી

88views

રાજ્ય સરકારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ નિમિત્તે ખાદી-પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20% ખાસ બજાર પ્રોત્સાહન સહાય ગ્રાહકોને વળતર આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિની નિમિત્તે આ વર્ષે 2 ઓકટોબર થી 31 ડિસેમ્બર દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20% વિશેષ વળતરની જાહેરાત કરી છે.

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમજ સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી 5% સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ થશે. ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 156 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ 136 કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે.

2019-20ના આ નાણાંકીય વર્ષમાં 19 હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળશે.

Leave a Response

error: Content is protected !!