વિકાસની વાત

રાજ્યના સ્થાનીય સત્તામંડળોને 2000 કરોડના ચેકનું વિતરણ કરતા CM રૂપાણી

99views

ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ, 162 નગરપાલિકાઓ અને  2 શહેરી સત્તામંડળોને સર્વાંગી વિકાસ માટે 2 હજાર કરોડના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહિ. રાજ્યના નાગરિકોની લોકોની અપેક્ષા મુજબના કામોને અગ્રતા આપી હેલ્ધી કોમ્પીટીશનથી વર્લ્ડકલાસ શહેરો-સ્માર્ટ સિટીઝ બનાવવાનું વાતાવરણ સૌ સાથે મળીને ઊભું કરીએ. નાગરિકોને રોજ-નિયમીત પીવાનું પાણી મળે, ડ્રેનેજ અને STPના કામો સત્વરે પૂર્ણ થાય, રિયુઝ અને રિસાયકલીંગ ઓફ ટ્રીટેડ વોટરનો ઉપયોગ તેમજ તળાવો ઊંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવાલાયક – માણવાલાયક બહેતરીન સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે. રેલ્વે ઓવરબ્રીજ – અંડરબ્રીજના નિર્માણ દ્વારા ફાટકમુકત ગુજરાતનો ધ્યેય પાર પાડીશું

Leave a Response

error: Content is protected !!