રાજનીતિ

જે પાર્ટી લોકતાંત્રિક રીતે અધ્યક્ષ ન ચૂંટી શકી, તેને કોઈ ન બચાવી શકે: શિવરાજસિંહ

82views

રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસના અધ્યક્ષનું લાંબા સમયથી ખાલી પડ્યું હતું. આથી પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સોનિયા ગાંધીની અંતરિમ પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ ઉપાધ્યક્ષ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા અંગે કટાક્ષ કર્યો છે.

કટાક્ષ કરતા તેમણે રવિવારે કહ્યું કે, કોંગ્રેસના વંશવાદી રાજકારણને લીધે ગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ પાર્ટીને નકારી દીધી હતી. તેમ છતા પાર્ટીએ આમાથી કોઈ શીખ લીધી નથી. હજું પણ પાર્ટી રાહુલસોનિયાને જ ઈચ્છી રહી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસમાં શ્રેષ્ઠ નેતાઓની ખામી છે. જે પાર્ટી લોકતાંત્રિક રીતે પોતાનો અધ્યક્ષ ચૂંટી શકતી નથી, તેને કોઈ બચાવી શકે નહીં. કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ , વંશવાદ અને જાતિગત રાજકારણ કરનારી પાર્ટીએ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને જનતાએ ભાજપના રાષ્ટ્રવાદી અને વિકાસના મોડેલને સમર્થન આપ્યું હતું

Leave a Response

error: Content is protected !!