રાજનીતિ

શું આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો??તમે ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ શિબિરમાં અરજી કરી??

126views

રાજ્ય સરકાર અને અર્ધસરકારી કે બિનસરકારી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તાલીમ મળી રહે તે હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ત્રણ દિવસની પ્રાદેશિક ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ શિબિરનું આગામી માસમાં આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર વારંવાર આવા તાલીમ શિબિરો દ્વારા યુવાનોને માર્ગદર્શન પૂરું પડતા જ રહે છે.રાજ્ય સરકારના આવા કર્યો ખૂબ જ સરાહનીય છે.

જેમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ  નિયત વિગત સાથે સ્વાહસ્તાક્ષર આવી અરજી તા.30.09.2019 સુધીમાં સંબંધિત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીઓને સીધી મોકલી આપવાની રહેશે.

જરૂરી સૂચનો:

  1. 20 થી40 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ જ ભાગ લઈ શકશે.
  2. અગાઉ તાલીમ શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં.
  3. જરૂરી ડોક્યુમેન્ટ:નામ, સરનામુ, ફોન નંબર,જન્મ તારીખ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વિશેષ લાયકાત, નોકરી, પાસપોર્ટ સાઈઝ ફોટો, રોજગાર વિનિમય કચેરીનો નોંધણી તારીખ ,પસંદગી નો પ્રકાર,અધાર કાર્ડની નકલ પુરાવા સાથે સ્વાહસ્તાક્ષર આવી અરજી કરવાની રહેશે.
  4. અમદાવાદ વડોદરા રાજકોટ પ્રદેશ ખાતે ત્રણ જોનમાં ત્રણ દિવસની પ્રાદેશિક ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ શિબિર યોજાશે.

Leave a Response

error: Content is protected !!