જાણવા જેવુરાજનીતિ

પી. ચિદમ્બરમનો  INX મીડિયા  ભ્રષ્ટાચાર કેસની શું છે પુરી કહાની.. જાણો..

135views

આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં CBIએ પૂર્વ નાણા અને ગૃહમંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે. હાલ સીબીઆઈ તેમની પૂછપરછ કરી રહી છે. INX મીડિયા  ભ્રષ્ટાચાર કેસનો ઘટનાક્રમ જાણો.  જેમાં પી. ચિદમ્બરમ અને તેનો પુત્ર કાર્તિ બંને ફસાયા છે.

પીટર-ઇન્દ્રાણી મુખર્જીની મીડિયા કંપનીને મંજૂરી અપાઈ હતી. ત્યારે પી. ચિદમ્બર 2007માં ભારતના નાણાંમંત્રી હતા. એ મીડિયા કંપનીનું નામ INX મીડિયા હતું. પી. ચિદમ્બરની મંજૂરી બાદ INX મીડિયામાં 350 કરોડનું વિદેશી રોકાણ થયુ હતુ. આ વિદેશ રોકાણમાં પી. ચિદમ્બરમે પોતાના પદનો દુરઉપયોગ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. આ મુદ્દે CBIએ 10 વર્ષ બાદ તેમના વિરુદ્ધ FIR નોંધી અને કાર્યવાહી શરૂ કરી.

પી.ચિદમ્બરમનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ

પીટર મુખર્જી અને તેની પત્ની ઈન્દ્રાણી મુખરજીની કંપની પાસે માત્ર 5 કરોડના વિદેશી રોકાણની મંજૂરી હતી. આમ છતાં મંજૂરીની વિરુધ્ધ INX મીડિયા કંપનીમાં 300 કરોડનું વધારાનું વિદેશી રોકાણ આવ્યું હતું.

એજન્સીઓએ દાવો કર્યો છે કે આ વિદેશી રોકાણ માટે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે લાંચ લીધી હતી. 15મી મે 2017ના દિવસે સીબીઆઇએ INX મીડિયાના કેસમાં પી. ચિદમ્બર સામે FIR દાખલ કરી હતી. ત્યારે હાલમાં આ કેસમાં EDએ 2018નો મની લોન્ડરિંગ કેસ પણ સામેલ કરી દીધો છે. આમ CBI અને EDએ પી. ચિદમ્બર અને તેના પુત્ર કાર્તિ બંનેને ફાસલામાં લીધા છે.

શું છે INX મીડિયા કેસનો ઘટનાક્રમ ?

15 મે 2017-  INX મીડિયાને વિદેશી રોકાણ લાવવામાં મદદના આરોપ સાથે CBIએ કેસ કર્યો હતો.

22 જાન્યુઆરી 2018 – EDએ પી.ચિદંબરમ અને કાર્તિ ચિદંબરમ સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો.

23 ફેબ્રુઆરી 2019 – INX કેસમાં કાર્તિ ચિદંબરમને સુપ્રીમકોર્ટમાંથી રાહત ન મળી.

28 ફેબ્રુઆરી 2018 – કાર્તિ ચિદંબરમની ચેન્નાઇ એરપોર્ટ પરથી જ ધરપકડ કરાઇ.

9 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિ ચિદંબરમને 3 દિવસ CBIની કસ્ટડીમાં મોકલ્યો.

12 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિની જામીન અરજી ફગાવી તિહાડ જેલમાં રાખવા આદેશ કર્યો.

23 માર્ચ 2018 – દિલ્હી હાઇકોર્ટે કાર્તિને 10 લાખના બોંડ પર વિદેશ ન જવાની શરતે આપ્યા જામીન.

23 માર્ચ 2018 – કાર્તિને જામીન મળતાની સાથે જ EDએ કાર્તિની 1.16 કરોડની સંપત્તિ જપ્ત કરી.

31 માર્ચ 2018 – પીટર મુખર્જી અને કાર્તિની સામસામે બેસાડી ED-CBIએ પુછપરછ કરી.

31 મે 2018 – પી.ચિદંબરમની ધરપકડ પર દિલ્લી હાઇકોર્ટે રોક લગાવી.

31 મે 2018 – પી.ચિદંબરમની ધરપકડ પર રોકથી પહેલી રાહત મળી.

6 જૂન 2018 – પી.ચિદંબરમની CBIએ 4 કલાક પુછપરછ કરી.

25 જુલાઇ 2018 – દિલ્હી હાઇકોર્ટે ચિદંબરમની ધરપકડ પરની રોક લંબાવી.

3 ઓગસ્ટ 2018 – કાર્તિના વચગાળાના જામીન પર હાઇકોર્ટના ચૂકાદા પર SCએ હસ્તક્ષેપની ના કહી.

25 ઓક્ટોબર 2018 – INX મીડિયા કેસમાં તપાસમાં એજન્સીએ ચાર્જશીટ દાખલ કરી.

18 નવેમ્બર 2018 – દિલ્હી HCએ ચિદંબરમની ધરપકડ પર 15 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત આપી.

19 ડિસેમ્બર 2018 – EDના સમન પર ચિદંબરમ ED ઓફિસ પહોંચ્યા, 305 કરોડ મામલે પૂછપરછ થઇ.

23 ફેબ્રુઆરી 2019 – EDએ પી.ચિદંબરમની INX મીડિયા કેસમાં 5 કલાક પૂછપરછ કરી.

19 ઓગસ્ટ 2019 – દિલ્હી હાઇકોર્ટે પી.ચિદંબરમને આગોતરા જામીન માટે ઇન્કાર કર્યો

Leave a Response

error: Content is protected !!