રાજનીતિ

ગાંધીનગર રેલવે સ્ટેશન પરની હોટલ વાઈબ્રન્ટ સુધીમાં બની થશે: વિજય રૂપાણી

98views

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રિય નાણામંત્રી પિયુષ ગોયલે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ. નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આવતા વાઈબ્રન્ટ સુધીમાં હોટેલ કાર્યરત કરી દાવાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરતી હોટલ બની રહી છે. જેમાં હોટલ , મોલ, શોપીંગ સેન્ટર, થિયેટર સહિતની સુવિધાઓ હશે. દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ અને પરિસર ઉપર 70 મીટર ઉંચાઈ સાથે હોટેલ પ્રોજેક્ટ ઉભો કરાઈ રહ્યો છે.

ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 421 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યો છે. આ પહેલા પણ વિજયભાઈ રૂપાણીએ અહીં કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતુ.

Leave a Response

error: Content is protected !!