રાજનીતિ

ગ્રાહકો માટે ખુશખબર મંદીના માહોલમાં GST દરમાં થયો ઘટાડો

113views

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મંદીનો માહોલ સર્જાયેલો જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા મંદીના નિવારણ માટે પગલાં હાથ ધરવામાં આવ્યા છે. મંદીના કારણે ગ્રાહકોની માનસિકતા પર નકારાત્મક અસર પડવાથી સરકાર એવા નિર્ણય જાહેર કરશે જેનાથી ગ્રાહકોને ફાયદો થશે.
ગત સપ્તાહે જાહેર થયેલ GDP આંકડાએ પણ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2019-20 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત વપરાશ ખર્ચ પર જે અર્થવ્યવસ્થામાં માંગને દર્શાવે છે તે ફક્ત 3.14% ની વૃદ્ધિ પામ્યો છે. જે 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા સ્તરે રહ્યો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, સરકાર આગામી GST કાઉન્સીલ બેઠકમાં ઓટોમોબાઇલ્સ માટે GST ના ઘટાડા પર પ્રસ્તાવ રાખી શકે છે, તેનાથી ઓછી માંગના કારણે સુસ્તીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટરને રાહત મળશે. એનો અર્થ છે કે, તહેવારની સીઝન પહેલા ગાડીઓ સસ્તી થઇ જશે.
GSTનો કુલ સંગ્રહ જુલાઈમાં 1.02 લાખ કરોડ રૂપિયાથી ઘટીને ઓગસ્ટમાં 98,202 કરોડ થયો છે. સરકારે GST સંગ્રહનો અંદાજ બજેટમાં 7.6 લાખ કરોડથી ઘટાડીને 6.63 લાખ કરોડ કરી દીધો હતો.
છ વર્ષમાં GDP સૌથી નીચલા સ્તરના અહેવાલના રિપોર્ટ પછી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સુસ્તી માટે સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું, ‘ઘરેલું માંગ ઓછી છે અને વપરાશમાં વૃદ્ધિ 18 મહિનાની નીચી સપાટીએ છે. નોમિનલ GDP વૃદ્ધિ 15 વર્ષના તળિયે છે

Leave a Response

error: Content is protected !!