રાજનીતિ

દિલ્હીમાં કોંગ્રેસ ભવનની બાજુમાં જ ગુજરાત ભવન બનતા વિપક્ષની હલચલ પર રહેશે હવે ચાંપતી નજર

113views

ગુજરાત સરકારે દિલ્હીમાં અકબર રોડ ઉપર કોંગ્રેસ કચેરીની બાજુમાં જ ગુજરાત ભવન તૈયાર કર્યુ છે. જે માત્ર વીવીઆઈપી ગેસ્ટ હાઉસ માટે ખુલ્લુ મુકાશે. ચાણક્યપુરી ખાતેનુ જૂનું ગુજરાત ભવન સાંસદો-ધારાસભ્યો અને અધિકારીઓ માટે ઉપલબ્ધ થશે. ભારત સરકારની કંપની નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા દિલ્હીની ખાનગી કંપની અલ્ફા મારફત આ ગેસ્ટ હાઉસ તૈયાર થયું છે. જેને “ગરવી ગુજરાત ભવન” નામ અપાયું છે.

નરેન્દ્ર મોદી વડીપ્રધાન બન્યા એ પછી આ ભવન માટે 2014ના અરસામાં અકબર રોડ ઉપર કોંગ્રેસ હાઉસની બાજુમાં જમીન લેવાઈ હતી. અધિકારીઓમાં ગુસપુસ છે કે, હવે કોંગ્રેસઓનુ આવી બન્યુ સમજો. કોંગ્રેસ ભવનમાં આવતા જતા લોકો પર ચાંપતી હવે ભાજપની ચાંપતી નજર રહેશે

Leave a Response

error: Content is protected !!