રાજનીતિ

 ગુજરાતના જાણીતા લોક સાહિત્યકારો અને લોક ગાયક-ગાયિકાઓ વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા

104views

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં મંગળવારે દેશ અને વિદેશમાં જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણી, લોક ગાયિકા ઉર્વશીબેન રાદડીયા, કિરણબેન ગજેરા, દેવાંગીબેન પટેલ, હાસ્ય કલાકારો હિતેશભાઇ અંટાળા, સંજય સોજીત્રા તથા સ્કાયવિઝનના અલ્પેશ પટેલને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આવકાર્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કહ્યુ હતુ કે, હાલ સમગ્ર દેશમાં ભાજપના સંગઠન પર્વ-2019 અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. ગુજરાતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર મહત્વના નિર્ણય લઈ રહી છે.

ભાજપની રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસની રાજનીતિને સ્વીકારીને વિનિધ ક્ષેત્રના લોકો ભાજપમાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભાજપ એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું તેમને ભાજપા રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું

 

Leave a Response

error: Content is protected !!