રાજનીતિ

રાજ્યની બહાર પણ એક જ કાર્ડ હેઠળ હવે આરોગ્ય સુવિધાઓ મેળવી શકશે ગુજરાતી

135views

ઘણા ગુજરાતીઓ ભારત ભરમાં કામકાજ માટે બહાર ફરતા હોવાને કારણે રાજ્ય સરકારે માં-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને મર્જ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને “માં-કાર્ડ” અને “પ્રધાનમંત્રી આરોગ્ય સેવા” કાર્ડમાં સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ માટે “માં-કાર્ડ”ની સાથે જ “પ્રધાનમંત્રી કાર્ડ”ની ઇમેજ અપગ્રેડ કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં “મુખ્યમંત્રી અમૃતમ”,  “વાતસલ્ય” અને આયુષ્માન ભારત યોજના હેઠળ વાર્ષિક પાંચ લાખ સુધી સરકારી અને સંલગ્ન હોસ્પિટલમાં ફ્રી સારવારની યોજના અમલમાં છે. ત્યારે ગુજરાતના નાગરિકોને ગુજરાતમાં આરોગ્ય સેવા મેળવવી હોય તો “માં-કાર્ડ” અને ગુજરાત બહાર આરોગ્ય સેવાનો લાભ લેવો હોય તો “પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ”થી લાભ મેળવતા હતા. તેમાં લાભાર્થીને બે-કાર્ડ સાથે રાખવાની મુશ્કેલી હતી. આથી ગુજરાત સરકારે બંને યોજનાને એક કરીને ગુજરાતના નાગરિકોને દેશમાં આરોગ્ય સેવા મેળવવા માટે એક જ કાર્ડ સાથે રાખવું પડે તેવું આયોજન હાથ ધરાયુ છે. રાજ્ય સરકાર દ્વારા માં-કાર્ડની યોજનામાં જે કાર્ડ અપાયા છે તેની પાછળ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ હશે. માં-કાર્ડ ધરાવનાર લાભાર્થીનું કાર્ડ અપગ્રેડ થઇ જશે અને આ જ કાર્ડમાં પ્રધાનમંત્રી અને માં-કાર્ડ બંને આરોગ્ય સેવાનો લાભ આગામી સમયમાં મેળવી શકાશે

Leave a Response

error: Content is protected !!