રાજનીતિ

ગુજરાતના નાના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, શું છે આ જાહેરાત જાણો..

110views

ગુજરાતના નાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આદિજાતિ વિસ્તારોમાં વસ્તા ખેડૂતો હવે માત્ર ચાર એકર જમીન ધરાવતા સરવે નંબરમાં પણ બીજું વીજ કનેક્શન મળશે. CM વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

 

ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોએ બીજા ખેતી વિષયક વીજ જોડાણ માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયમ અનુસાર અરજી કરવાની રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિજાતિના ખેડૂતોને મોટો ફાયદો થશે.  આ પહેલા ખેડૂતો પાસે જમીન માલિકીનો વિસ્તાર નાનો હોવાથી ખેડૂતોને વીજ કનેક્શન માટે મુશ્કેલી પડતી હતી, કારણે નિયમ 8 એકર જમીનમાં જ બીજું વીજજોડાણ આપવાનો હતો. ગુજરાતના નાના ખેડૂતોની મુશ્કેલી ધ્યાને લઈ 4 એકરના સરવેમાં પણ બીજું વીજજોડાણ ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

 

Leave a Response

error: Content is protected !!