જાણવા જેવુરાજનીતિ

રાજ્ય સરકારની આજ રાતથી નેટવર્ક સેવાઓ બંધ

112views

ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ઈલેક્ટ્રીક પેનલમાં મેઈન્ટનન્સની કામગીરી શરુ કરવામાં આવી રહી છે. જેના કારણે રજ્ય સરકારની તમામ ઓનલાઈન સેવાઓ બંધ થશે. આજ રાતથી જીસ્વાન નેટવર્ક બંધ કરાતાં ઓનલાઈન સેવાઓ શટડાઉન થઈ જશે જેના કારણે ત્રણ દિવસ સુધી લોકોને જ નહી પરંતુ સરકારી કર્મચારીઓને પણ મુશ્કાલીનો સામનો કરવો પડશે.

કયાં પડશે મુશ્કેલી

ગુજરાત સરકારની 300થી વધુ વેબસાઈડ, એપ્લિકેશન, ઈ-મેઈલ અને ઈન્ટરનેટ સુવીધા બંધ થઈ જશે. જેના કારણે  જન્મ-મરણના દાખલા, ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશન, વાહન લયસન્સ, મહેસૂલ નોધ, 7-12 અને 8અના પ્રમાણપત્ર, ભરતી પરિક્ષાના ફોર્મ, શિષ્યવૃતિના ફોર્મ સહિત અનેક સેવાઓ અટકી પડશે.

Leave a Response

error: Content is protected !!