રાજનીતિ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઝૂંપડપટ્ટી માટે હવે પનર્વસન શક્ય

101views

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. પહેલા જાહેર જમીન પરની  ઝૂંપડપટ્ટીનું પુનર્વસન કરવાની નીતિ અમલમાં હતી. ત્યારે સરકારે પ્રથમવાર ખાનગી જમીનો પર આવેલી ઝૂંપડપટ્ટીઓ માટે પુનર્વસનની નીતિ-2019 જાહેર કરી છે. આ યોજના મહાનગરો અને તેને સંલગ્ન વિકસ સત્તામંડળોના વિસ્તારોમાં લાગુ પડશે. આ નીતિ મુજબ ખાનગી જમીન પર આવેલા ઝૂંપડટ્ટીના પુનર્વસન માટે દરખાસ્ત કરનારે વિકાસ પરવાનગી મેળવવા માટે જમીનમાલિકીના દસ્તાવેજો રજૂ કરવા પડશે. તે દસ્તાવેજ ટાઈટલ ક્લીયર તથા તેમાં સરકારનુ કોઈ હીત સમાયોલુ નથી તેવુ પ્રમાણપત્ર ક્લેક્ટર પાશેથી લેવુ પડશે.

ઝૂંપડાવાસીઓને શું લાભ થશે

ઝૂંપડાના બદલામાં વિનામૂલ્યે 37ચો.મી ના કરપેડ એરિયાવાળુ 2 રૂમ, રસોડું, બાથરુમ-ટોઈલેટ સાથે પાકુ મકાન મળશે

વીજળી, પીવાના પણી, ગટર

જેમની દુકાન હશે તેમને 12 ચો.મી.ની દુકાન મળશે

આ નીતિમાં ખાનગી જમીનધારકોન તેની જમીન ઉપર 3ની  FSI આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GDCR  મુજબ કોઈ જમીન ઉપર વધુ FSI મળવા પાત્ર હશે તો 3.0ની ફ્રી FSI તરીકે મળશે. તથા બાકીની FSI નિયમ મુજબ પેઈડ તરીકે મળી શકશે. ઝૂંપડપટ્ટી પુન:વિકાસ કરવાની જવાબદારી ખાનગી જમીન માલિકની રહેશે.

 

 

 

Leave a Response

error: Content is protected !!