રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઉજવશે જન્મદિવસ, પ્રાપ્ત કરશે માતા હિરાબાના આશિર્વાદ જાણો વધુ

127views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મ દિવસ મનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સોમવારે રાત્રે 11 કલાકે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચશે. જ્યાં તેમનું રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કરવામાં આવશે. જન્મદિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરેની રાતે ગુજરાત આવી પહોંચશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી પાટનગર ખાતે આવેલ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈને સીધા સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે. ત્યાં નર્મદાના નવા નીરના વધામણાં કરવાના છે તથા મા રેવાની આરતી પણ ઉતારશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેવાના છે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી PM મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત દ્વારા આપવામાં આવશે. આ દિવસ ગુજરાત માટે ઈતિહાસ બની જશે.

 

 

Leave a Response

error: Content is protected !!