રાજનીતિ

ગુજરાતની યાત્રાએ આવતા અન્ય રાજ્યોના વૃદ્ધોનો ખર્ચ આપશે રાજ્ય સરકાર

98views

ભારતના યાત્રાધામોમાં ગુજરાત મહત્વનુ સ્થાન ધરાવે છે. તેમજ અન્ય રાજ્યોના પ્રવાસીઓ અચુક મુલાકાતે આવે છે. ત્યારે ગુજરાત સરકારે બીજા રાજ્યમાંથી આવતા વૃદ્ધો માટે મહત્વની જાહેરાત કરી છે. રાજય સરકારે ‘‘ગુજરાત દર્શન યોજના’’  અંતર્ગત 60 થી 70 વર્ષની વય ધરાવતા અન્ય રાજ્યોના વૃદ્ધો માટે ગુજરાતમાં 6 દિવસ અને 7 રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ સમય દરમ્યાન તેમનો રહેવા, જમવાનો અને  વિવિધ સ્થળોની યાત્રા સહિતનો એક વ્યક્તિ રૂા. 10 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.

આ યોજના હેઠળ ગુજરાતના મહત્વના સ્થળોનો સમાવેસ કરવામા આવ્યો છે. જેમાં સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, સારંગપુર, અંબાજી, લક્ષ્મી વિલાસ પેલેસ, વિશ્વ પ્રસિધ્ધ ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’, પોરબંદર, કચ્છ  તેમજ અન્ય સ્થળોની યાત્રા માટે ખર્ચ રાજ્ય સરકાર ખર્ચ આપશે.

Leave a Response

error: Content is protected !!