જાણવા જેવુરાજનીતિ

વાહનચાલકો માટે રાહતના સમાચાર, હેલ્મેટ નહીં પહેરવા પર 15 ઓક્ટોબર સુધી કોઇ દંડ નહીં થાય

141views

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકના નવા કાયદાનો અમલ 15મી ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે. જોકે, હેલ્મેટ અને પીયુસી કઢાવવા માટેની મુદતમાં વધારો કરાયો છે. તેમજ હેલ્મેટ અને PUC સિવાય ના નિયમ અત્યારે યથાવત રહેશે. ગુજરાતભરમાં 900 નવા PUC સેન્ટર ખુલાશે. નવા વાહનો સાથે ISI ગ્રેડ નું હેલ્મેટ ફ્રી આપવામાં આવશે. ISI ગ્રેડ વાળા જ હેલ્મેટ માન્ય ગણાશે

કેબિનેટમાં આ નિર્ણયો લેવામાં આવ્યા

– નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી લંબાઈ.

– રાજ્યમાં હવે નવા નિયમનું પાલન 15 ઓકટોબરથી.

– આગામી દસ દિવસમાં રાજ્યમાં નવા 900 PUC સેન્ટર ખોલવામાં આવશે.

– 15 ઓકટોબર સુધી હેલ્મેટના દંડની મુદત લંબાવાઈ.

– PUC માટે પંદર દિવસની સમય મર્યાદા વધારાઈ

– નવા વાહનો ખરીદનારને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.

– વાહન ખરીદનારને ISIના માર્કાવાળા હેલ્મેટ આપવા પડશે.

– સરકારી અધિકારીઓએ પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેથી હવે સરકારી અમલદારોએ હેલમેટ પહેરવું ફરજીયાત છે.

– ટ્રાફિકના તમામ નિયમો જે સામાન્ય જનતાને લાગુ પડે છે તે સરકારી અધિકારીઓએને પણ લાગુ પડશે જ

Leave a Response

error: Content is protected !!