જાણવા જેવુરાજનીતિ

રાજ્ય સરકાર આપશે 18 વર્ષની દિકરીને 1 લાખ રૂપિયાની સહાય

156views

દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અને ભુણ હત્યાને નાથવા માટે રાજ્ય સરકાર બેટી બચાઓ બેટી પઠાઓ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. જેમાં વ્હાલી દીકરી યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ યોજનો લાભ લેવા માટે કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ યોજનામાં લાભ મળશે. કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓને જ લાભ મળશે.

ગુજરાતમાં જન્મ લેનાર દરેક દીકરીઓને આ યોજના અંતર્ગત જ્યારે દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે સરકાર તેને 100000 રૂપિયાની સહાય કરશે. તેમજ ચોથા ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે 4000 રૂપિયા અને નવમાં ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!