રાજનીતિ

વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ

99views

આજે નીતિ આયોગે જાહેર કરેલા દેશના રાજ્યોની વોટર મેનેજમેન્ટ ક્ષેત્રની કામગીરી અંગે બહાર પાડેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત 75 ગુણાંક સાથે પ્રથમ સ્થને આવ્યુ છે. CM રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પગલે ગુજરાતે ત્રીજા વર્ષે પણ પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. 2018માં ગુજરાતના સ્થાપના દિન 1લી મે એ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાનના શરૂ કરીને ગુજરાતે બે વર્ષમાં 23 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારો કર્યો છે. આ અભિયાનની સફળતાની પણ નીતિ આયોગે આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સકસેસ સ્ટોરી તરીકે નોંધ લીધી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમની ગુજરાતની સફળતા માટે સંબંધિત વિભાગોને સર્વગ્રાહી ઉત્કૃષ્ટ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે

Leave a Response

error: Content is protected !!