રાજનીતિ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે મુંબઈની મુલાકાતે

164views

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ભારતની કૃષિ ક્ષેત્રના કાયાકલ્પ અંગે રચવામાં આવેલી મુખ્ય પ્રધાનોની ઉચ્ચાધિકાર સમિતિની બીજી બેઠક આજે મુંબઈમાં મળવાની છે. આ બેઠકમાં કૃષિ અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવશે. તેમાં ભાગ લેવા માટે આજે રોજ વિજયભાઈ રૂપાણી મુંબઈની મુલાકાતે છે.

નીતિ આયોગ દ્વારા રચવામાં આવેલી ઉચ્ચાધીકાર સમિતિના સંયોજક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છે. આ સમિતિમાં સભ્યપદે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનોનો સમોવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના પ્રથમ બેઠક તજેતરમાં દિલ્હીમાં મળી હતી.

Leave a Response

error: Content is protected !!