જાણવા જેવુરાજનીતિ

જાણી લો મોદી સરકારનો ‘ડ્રીમ પ્લાન’,આવું બનાવા માંગે છે સંસદભવન..

104views

પીએમ મોદીના’ડ્રીમ પ્લાન’ પ્લાન હેઠળ સંસદ જ નહીં પણ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયની ઓફિસો પણ સામેલ છે. PM મોદીની ઈચ્છા છે કે જ્યારે દેશ 15 ઓગસ્ટ 2022એ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હશે ત્યારે સાંસદો નવા સંસદ ભવનમાં બેસે. જેના માટે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસે આવેદન મંગાવ્યું છે. કંપનીઓ પોતાની ડિઝાઈન, આર્કિટેક્ચર અને પ્લાનિંગ મામલે સરકારને જણાવશે. જે બાદ સરકાર 15 ઓક્ટોબર સુધીમાં ડિઝાઈન ફાઈનલ કરીને આગળ વધશે.

મોદી સરકારની ઇચ્છા છે કે એક કોમન સેન્ટ્રલ સેક્રેટ્રિએટ બનાવવામાં આવે. જેનાથી દરેક મંત્રાલયો, વિભાગો અને ઓફિસોમાં કોઓર્ડિનેશન સરળતાથી થઈ શકે, આ દરેક બિલ્ડિંગ એકસરખા હોવા જોઈએ. હાલમાં કેન્દ્ર સરકારના અલગ અલગ 47 મંત્રાલયો, વિભાગો અને ઓફિસોમાં 70000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના બંને તરફ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સિવાય શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન, ઉદ્યોગ ભવન જેવી અનેક ઈમારતો છે. જેમાં અલગ અલગ મંત્રાલયોની ઓફિસો છે.

નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક તો ભૂકંપ નિરોધી નથી. દરેક ઓફિસમાં સમાનતા નથી. ક્યાંક તાર લટકે છે તો ક્યાંક પાણી ટપકે છે. કેન્દ્ર સરકારે પર્સનલ બિલ્ડિંગમાં ઓફિસો બનાવી રાખી છે જેનું વાર્ષિક ભાડું લગભગ 1000 કરોડ રૂપિયા છે.

સરકારની ઇચ્છા છે કે આ 3 કિમીના વિસ્તારને વિશ્વ સ્તરીય લૂક આપવામાં આવે. તેમાં વેન્ડરની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, લોકોના બેસવાની સમસ્યા માટે પ્લાનિંગ કરીને કામ કરાશે. સરકાર ઈચ્છે છે કે નવેમ્બર 2020 સુધી આ કામ પૂરું કરી દેવામાં આવે.

Leave a Response

error: Content is protected !!