રાજનીતિ

જામનગર મહાનગર પાલિકા હાઈટેક બની, વેરા સહિતની ચુકવણી ઓન લાઈન થઈ શકશે

114views

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગઈકાલે મલ્ટીપલ સીમલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનનો ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હવેથી જામનગર મહાનગરપાલિકાને વિવિધ પ્રકારના વેરા ચૂકવણી આસાનાથી થઈ શકશે. દરેક આસામીનો બીલમાં ક્યુઆર કોડ દર્શાવાયો છે. તેને સ્કેન કર્યા પછી  વિવિધ વિકલ્પો દ્વારા આસાનીથી ઘરે બેઠા વેરાની ચૂકવણી થઈ શકશે. આમ ભારતમાં આ પ્રકારની સુવિધા આપનાર જામનગર મહાનગરપાલિકા પ્રથમ છે. ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, અને નગરપાલિકા, મહાનગરપાલીકામાં વધુને વધુ ડિજિટલ પેમેન્ટ થાય તે ઉપર ભાર મૂકવામાં આવે છે. વોટર ચાર્જ અને મિલકત વેરાના બીલ ઉપર ક્યુઆર કોડ ટેકનોલોજી અને ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા બાબતે સૂચન થયું છે.

Leave a Response

error: Content is protected !!