જાણવા જેવુરાજનીતિ

ABVPથી લઇને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુધીની જીતુ વાઘાણીની યાત્રા જાણો આજે તેમના જન્મદિવસે

103views

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  જીતુભાઈ વાઘણીનો આજે જન્મદિવસ છે. તેમને જીવનના 50 વર્ષ પુરા કરી આજે તેઓ 51માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના પર ઠેર ઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે. ભાવનગર શહેરની રાજકીય ક્ષેત્રે અતિ મહત્વની નોંધ લેવાઇ હોય તો તેમાં અનેક નામો સામેલ છે. લોકસેવામાં જો કોઇ યુવા નેતાનું નામ હોય તો તે હાલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી ઉર્ફે જીતુભાઇ વાઘાણી છે.

જીતુભાઇનો જન્મ 27 ઓક્ટોબર 1970ના રોજ ભાવનગર ખાતે થયો હતો. જીતુભાઇ લેઉઆ પાટીદાર સમાજ માથી આવે છે. જીતુભાઇ વાઘાણી યુવાનીમાં એ.બી.વી.પી.માં સક્રિય હતાં અને ત્યારબાદ ભાજપના યુવા મોર્ચા સાથે જોડાયા હતાં

યુવા મોર્ચામાં જોડયા બાદ તેમની કાર્ય પધ્ધતિને જોતા ભાવનગર શહેર મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના પરિશ્રમને જોતા 37 વર્ષની વયે તેમને 2007માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવી હતી. પરંતુ તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિહ ગોહિલ સામે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો

જીતુભાઇ વાઘાણી 2007થી 2010 સુધી ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. જયારે 2010થી 2013 સુધી તેમણે ગુજરાત પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નીકળેલી સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં સૌરાષ્ટ્રના સહ ઇન્ચાર્જ તરીકે તેમણે કામગીરી સંભાળી હતી. વડાપ્રધાન મોદીના શાસનકાળમાં થયેલા સદ્દભાવના સંમેલનોમા સહ ઇન્ચાર્જ રહ્યા હતાં

લોકસભાની ચૂંટણીના મળેલા પરાજય બાદ જીતુભાઇ પરાજયથી નિરાશ ન થયા. તેઓ 5 વર્ષ સુધી ખુબ લોકસેવા કરી અને તેના પરીણામ સ્વરૂપે ફરી એક વાર પાર્ટીએ તેમને 2012માં ભાવનગર પશ્ચિમ બેઠક પર તક આપી. અને આ બેઠક પર તેઓની માત્ર જીત નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે 53,892 મતોથી વિજય મેળવનાર ઉમેદવાર બન્યા. જીતુભાઇ વાઘાણીની આ જંગી વિજયની પ્રદેશ કક્ષાએ પણ નોંધ લેવાઈ હતી. અને ભાજપ દ્વારા પક્ષ, વિચાર, વિવિધ રાજકીય પ્રવાહોના જાણકાર, સંગઠનનું કૌશલ્ય ધરાવનાર તથા પક્ષની વિચારધારાને સમર્પિત એવા જીતુભાઇ વાઘાણીને 2016માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી.

 

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે તેઓએ જીલ્લા તથા સૌરાષ્ટ્ર લેવલે કામ શરૂ કરી દીધુ હતું. રાજ્યની વિવિધ નગર પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, વિધાનસભા બેઠકોમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. 2017ની લોકસભાની ચૂંટણીમાં જીતુભાઇ વાઘાણી ફરી એકવાર ભાવનગરની પશ્રિમની બેઠક પર મેદાને ઉતર્યા અને આ વખતે પણ તેમનો ભવ્ય વિજય થયો. આમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના સફળ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ભાજપે માત્રને માત્ર સફળતા જ પ્રાપ્ત કરી છે.

જીતુભાઈના સામાજીક જીવન વિશે વાત કરવામાં આવે તો તેઓ પ્રતિ વર્ષે પોતાના વિધાનસભા વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધુ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પતંગોનુ વિતરણ કરે છે. યોગ્ય સમાજના નિર્માણ હેતુ શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરી 4 લાખથી વધુ પુસ્તકો પડતર કિંમતે લોકોને આપે છે. સાથે જ વિના મુલ્યે ફરતુ પુસ્તકાલય, તબીબી સારવાર, મોતિયાના ઓપરેશન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહે છે.

જીતુભાઇ વાઘણીના જન્મદિન નિમિત્તે ભાવનગરમાં આજે વિવિધ સેવાકીય કાર્યકમો થનાર છે ત્યારે ઠેર ઠેરથી એમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે

 

Leave a Response

error: Content is protected !!