રાજનીતિ

યેદિયુરપ્પા સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ, રાજ્યપાલ વજુભાઇ વાળાએ મંત્રીઓને લેવડાવ્યાં શપથ

127views

કર્ણાટકમાં ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનુ વિસ્તરણ કર્યુ છે, જેમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. કહેવામાં આવે છે કે રાજ્યમાં સરકાર રચવા કરતાં વધુ મુશ્કેલ પડકાર ભાજપ સમક્ષ કેબિનેટ તૈયાર કરવાનો હતો. મંત્રી મંડળ માટે મુખ્યમંત્રીએ કુલ 17 ધારાસભ્યોના નામ રાજ્યપાલને મોકલ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજે ​​રાજભવન ખાતે આ તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા.

જે 17 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે તેમના નામ જગદીશ શેટ્ટર, કેએસ ઇશ્ર્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પૂજારી, એચ નાગેશ, લક્ષ્‍મણ સવદી, ગોવિંદ એમ કર્કાજોલ, અશ્વથ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમાન્ના, સીટી રવિ, બસવરાજ બોમ્માઇ, જેસી મધુ સ્વામી, સીસી પાટિલ, પ્રભુ ચૌહાણ, શશીકલા જોલે અન્નાસાહેબ છે. આ લોકોમાં શશીકલા એક મહિલા ધારાસભ્ય છે.

 

Leave a Response

error: Content is protected !!