રાજનીતિ

જાણો ક્યાં નેતા ફરી ભાજપની રાજનીતિમાં વાપસી કરવા તૈયાર !!!

90views

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ 5 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર ભાજપમાં જોડાશે. પાંચ દાયકાના ઈતિહાસમાં કલ્યાણ સિંહ એક માત્ર એવા રાજ્યપાલ છે જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ 3 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે પૂર્ણ થશે. આ ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશના બે વખત મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા.

આ ઉપરાંત અયોધ્યા આંદોલનમાં દેશના ઘણા નેતાઓએ રાજનીતિમાં એક ઓળખ બનાવી હતી. પણ રામમંદિર માટે સૌથી મોટી કૂર્બાની કલ્યાણ સિંહે આપી હતી. કલ્યાણ સિંહ ભાજપના એક માત્ર એવા નેતા છે જેમણે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વંસ થયા બાદ પોતાની સત્તાને છોડી દેવાનો વારો આવ્યો હતો.

કલ્યાણ સિંહ એક સમયે ભાજપના કદાવર નેતાની ઈમેજ ધરાવતા હતા. જેથી તેમનું ફરી રાજનીતિમાં આવવું તે ભાજપ માટે શુભદાયક માનવામાં આવી રહ્યું છે. તેઓ રાજસ્થાનથી ઉત્તર પ્રદેશની સક્રિય રાજનીતિમાં જંપ લાવે તેવી પણ ચર્ચા થઈ રહી છે.

Leave a Response

error: Content is protected !!