રાજનીતિ

PM મોદીએ મુંબઈમાં ગણપતિની પૂજા અર્ચના કરી, 19 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટ્સનો પાયો નાખ્યો

101views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઇમાં મેટ્રો યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પહેલા એમણે ગણપતિની પૂજા અર્ચના કરી હતી. મુંબઇ પહોંચવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી એરપોર્ટ પર પીએમ મોદીને લેવા માટે પહોંચ્યા હતા. PM મોદી એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું જેમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં જણવ્યુ હતુ કે, તમામ પરિયોજનાઓ મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપશે, અહીંના લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો પરિયોજનાઓની આધારશિલા રાખ્યા બાદ લોકોને સંબોધિત કર્યા હતા. એમણે ઇસરોના વૈજ્ઞાનિકોની સરાહના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને હંમેશા અભીભૂત કરી દે છે.

વધુમાં જણાવ્યુ હતુ કે, બાંદ્રા કુર્લાને એક્સપ્રેસ હાઇવે સાથે જોડનાર પ્રોજેક્ટ તો લાખો પ્રોફેશનલ્સ માટે ખુબ જ મોટી રાહત લઇને આવશે. બીકેસી એ બિઝનેસ એક્ટિવિટીનું મોટું સેન્ટર છે. અહીં આવવું અને જવું વધુ સરળ બનશે, ઓછો સમય લાગશે. આ તમામ પરિયોજનાઓ માટે હું આપ સૌને શુભકામના પાઠવું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં લગભગ 19 હજાર કરોડ રૂપિયાની ત્રણ અને મેટ્રો કોરિડોરની આધારશિલા મૂકી. આ પહેલા પીએમ મોદીએ વિલે પાર્લેમાં લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરમાં ગણપતિની પૂજા અર્ચના પણ કરી હતી.

Leave a Response

error: Content is protected !!