રાજનીતિ

ગ્લોબલ વોર્મિંગ સામે ગુજરાતની પહેલ, ગૃહમંત્રી અમિત શાહે  ઇલેક્ટ્રિક બસનું કર્યુ લોકાર્પણ

107views

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 18 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરવામાં આવ્યુ છે. આવતા બે મહિનામાં વધુ 32 બસો પણ ઉમેરાશે જેથી બસની કુલ સંખ્યા 50 થશે. આ બસોને કારણે હવા પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ નહીં ફેલાય. બસોમાં આગ લાગે તેની જાણ માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ હશે.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનો ભારતને પ્રદુષણ મુક્ત બનાવશે. આખા ભારતમાં ઇલેક્ટ્રિક બસ છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંપૂર્ણ ભારતીય બસો બનાવી અને આજે તેને લીલીઝંડી બતાવી છે.

 

 ભારતના ગૃહમંત્રીએ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યોનું લોકાર્પણ કરતાં સંબોધન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન મિલિયન ટ્રી અભિયાનનું સમાપન કરાવ્યુ છે.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે 10 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરાયું છે. જેમાં ગ્લોબલ વોર્મિંગ માટે ગુજરાતની પહેલ છે. દુનિયાને રસ્તો ચીંધવાનું કામ દેશ કરે. ઇલેક્ટ્રિક બસો દેશમાં અન્ય જગ્યાએ પણ ચાલુ છે. જેમાં સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસ શરૂ થઇ છે.

 

 

Leave a Response

error: Content is protected !!