રાજનીતિ

PM નરેન્દ્ર મોદીએ શું કર્યું એવું કે, લોકોના દિલ જીતી લીધા

121views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમને સંબોધવા હ્યુસ્ટન પહોંચ્યા હતાં. ત્યારે એરપોર્ટ પર જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં એક અમેરિકી મહિલા અધિકારીએ પીએમ મોદીને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું પરંતુ જેવો પીએમ મોદીએ ગુલદસ્તો લીધો કે તેમાંથી એક નાનકડો ટુકડો નીચે પડી ગયો હતો.

પીએમ મોદી આગળ વધી ગયા હતાં પરંતુ જેવો તેમને આભાસ થયો તો તેમણે પ્રોટોકોલ તોડીને પોતાના પદની પરવા કર્યાં વગર નીચે નમીને પડેલી વસ્તુ પોતાના સહયોગીને આપી દીધી. આ જોઈને ત્યાં ઊભેલા અધિકારીઓ પણ ચોંકી ગયાં. PM મોદીએ ગુલદસ્તાના એક નાનકડા ટુકડાને ત્યાંથી ઉઠાવીને એક સંદેશ આપ્યો કે તેઓ પોતે પણ સ્વચ્છતાના સંકલ્પને કેટલો ગંભીરતાથી નીભાવે છે

 

 

Leave a Response

error: Content is protected !!