જાણવા જેવુરાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની કરશે ઉજવણી,  20 હજાર સરપંચો રહેશે હાજર

163views

દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા માંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યું હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. 2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે વડાપ્રધાન સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરશે.

રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના 10 હજાર સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 10 હજાર સરપંચો મળી કુલ-20 હજાર સરપંચો ભાગ લેશે

Leave a Response

error: Content is protected !!