જાણવા જેવુરાજનીતિ

મોદી કઇ વસ્તુ પહોંચાડવા માંગે છે દુુનિયાભરમાં જાણો

102views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના ઉદ્યોગોને અને સ્થાનિક ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડવાની અને ત્યાંના પ્રૌદ્યોગિકીના વિસ્તાર માટે અપીલ કરી હતી. જેથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થશે.

નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવા માટે સરકાર શું વિચારી રહી છે તેના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે, જમ્મૂ-કાશ્મીરના કેસરનો રંગ હોય કે કાવાનો સ્વાદ, સફરજનની મીઠાશ હોય કે રસદાર જરદાળુ, કાશ્મીરી શાલ હોય કે પછી કલાકૃતિઓ, લદ્દાખનાં જૈવિક ઉત્પાદન હોય કે હર્બલ મેડિસિન તેનો પ્રસાર દુનિયાભરમાં કરવાની જરૂર છે.

વધુમાં તેમણે કહ્યું કે, હર્બલ ઉત્પાદનો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિખરાઈને પડ્યા છે. આ ઉત્પાદનોની ઓળખ કરી તેનું વેચાણ કરવામાં આવશે જેનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. એટલા માટે હું દેશના ઉદ્યમીઓને, નિકાસકારોને અને ખાદ્ય પ્રસંસ્કરણ સાથે જોડાયેલાં લોકોને આહ્વાન કરું છું કે, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાના સ્થાનિક ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડવા માટે આગળ આવે.

Leave a Response

error: Content is protected !!