રાજનીતિ

પાકિસ્તાને રોકેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ભારત પરત લાવવામાં આવી

159views

કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. તે સતત કઢણ પગલા ભરી રહ્યું છે બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સમજૌતા એક્સપ્રેસને વાઘા બોર્ડર પર જ રોકી દીધી હતી. આજ રોજ પાકિસ્તાનથી સમજૌતા એક્સપ્રેસ પરત ફરવાની હતી. પરંતુ પાકિસ્તાને તેને વાઘા બોર્ડર પર રોકી દીધી. તેના લીધે કેટલાંય લોકો વાઘા બોર્ડર પર ફસાઈ ગયા હતા.

પાકિસ્તાને ભારતની સરહદમાં પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેણે ભારતને કહ્યું કે તેઓ પોતાના ડ્રાઇવર અને ગાર્ડને મોકલે. પાકિસ્તાનના આ નિર્ણય વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટી આશંકા તો અમારા પડોશી વિશે છે. મુશ્કેલી એ છેકે, તમે મિત્ર બદલી શકો છો પરંતુ પડોશી નહીં. જેવો પડોશી આપણને મળ્યો છે, ભગવાન કરે આવો પડોશી કોઈને ના મળે

ભારતે બાદમાં પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ભારત પરત લવ્વામાં આવી છે

Leave a Response

error: Content is protected !!