રાજનીતિ

CM વિજયભાઈ રૂપાણીએ આણંદ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

93views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આવી યોજનાઓ અંતર્ગત આણંદમાં અદ્યતન સિવિલ હોસ્પિિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે દૂધનગરી આણંદ ખાતે પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્ચર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી વાજપેઇજીની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવા સાથે આણંદ નગરપાલિકા સંકુલ સામે એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાનું તેમના જન્મદિવસે અનાવરણ કર્યુ હતું.

આ તકે બહોળી સંખ્યામાં સ્થાનિક જન સમુદાય અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Leave a Response

error: Content is protected !!