રાજનીતિ

PM મોદી પર પ્રસારિત મેન વર્સેસ વાઈલ્ડ વિશ્વનો સૌથી મોટો સોશિયલ મીડિયા ટ્રેડીંગ શો

107views

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર પ્રસારિત મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડે સોશિયલ મીડિયા અને ટીવી વ્યૂઅરશીપમાં ઈતિહાસ સર્જ્યો છે. 6.6 અબજ સોશિયલ મીડિયા ટ્રેડીંગ સાથે મેન વર્સેસ વાઈલ્ડ પ્રોગ્રામે આ વર્ષની શરૂઆતમાં અત્યંત લોકપ્રિય બન્યો. આ પહેલા અમેરિકન ફૂટબોલ ટૂર્નામેન્ટ સુપર બાઉલનાં સૌથી વધુ સોશિયલ મીડિયા ટ્રેડીંગ રેકોર્ડ બનવ્યો હતો. સુપર બાઉલ અંગે 3.4 અબજ વાર સોશિયલ મીડિયા પર ટ્રેડીંગ થયેલું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર આવેલા મેન વર્સેસ વાઈલ્ડ એપિસોડે 6.6 અબજ સોશિયલ મીડિયા ટ્રેડીંગ સાથે સુપર બાઉલને પાછળ છોડી દીધો છે.

ટીવી ચેનલ ડિસ્કવરીમાં સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ સહજતાથી તેમણા બાળપણની વાતો કરીને તેમણે પોતાના વ્યક્તિત્વનો અનુભવ થવા દીધો નહીં. PM નરેન્દ્ર મોદીએ ગ્રીલ્સ સાથે ચાનો સ્વાદ પણ માણ્યો. લાકડાની ઝાળીઓમાંથી બનેલી હોળી પર તેઓ જોખમી રીતે નદીને પાર કરી ત્યારે તેમના ચહેરા પર ભય કે અસહજતા ન હતી. પ્રધાનમંત્રી મોદીએ આ શોનાં માધ્યમ દ્વારા વિશ્વને ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ પ્રત્યેના મંતવ્યોથી દર્શન કર્યા. તેમણે કહ્યું કે અહીં દરેક પ્રાણી, વૃક્ષ અને છોડને ભગવાનનો ભાગ માનવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે. PM મોદીએ પ્રકૃતિ સાથે વિરોધાભાસ નહીં, પણ સંવાદનો સંદેશ આપ્યો. પ્રશ્નો અને જવાબો વચ્ચે PM મોદીએ પ્રકૃતિનાં ખોળામાં બાળપણમાં વિતાવેલી ક્ષણો અને પાછળથી હિમાલયની ખાડીઓમાં જીવતા જીવનને યાદ કર્યા. પ્રકૃતિ વિશે પરિવાર તરફથી મળેલા સંસ્કારોની ઝલક પણ જોવા મળી. ખરેખર વિશ્વનાં જે લોકો PM મોદીથી સંપૂર્ણપણે પરિચિત નથી તેઓ આ પ્રોગ્રામ જોઈને PM નરેન્દ્ર મોદીના ચાહક બની ગયા છે.

Leave a Response

error: Content is protected !!