જાણવા જેવુરાજનીતિ

આજે રાત્રે 9 કલાકે PM નરેન્દ્ર મોદી “મેન વર્સીઝ વાઈલ્ડ”માં જોવા મળશે

110views

આપની સર્વેની પ્રખ્યાત ટીવી ચેનલ ડિસ્કવરીમાં મેન વર્સીઝ વાઈલ્ડ શોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે. આ શોના હોસ્ટ ગ્રીલસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી હતી. આ શોમાં બેયર ગ્રીલસે આ વખતે PM મોદી સાથે ખતરનાક જંગલમાં શૂટિંગ કર્યુ હતુ. તેનો અનુભવ વર્ણવતા બેયર ગ્રીલસે કહ્યુ હતુ કે, સતત વરસાદ તડતો હતો તેમ છતા PM મોદી બહુ સહજ હતા. સિક્યુરિટીએ તેમણે છત્રી ધરી હતી. પરંતુ તેનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યુ કે, ના હુ ઓકે છું.

અમારે એક નદી પાર કરવાની હતી. મે મારી રીતે એક તરાપો તૈયાર કર્યો હતો. જેમાં PM મોદીને બેસવા સામે સિક્યુરિટીએ વાંધો ઉઠવ્યો ત્યારે PM મોદીએ તેમને અટકાવ્યા હતા. અમારી બનેલી નાવ ડુબવા લાગી હતી. તે વખતે પણ તેઓ શાંત હતા. મે નીચે ઉતરીને નાવને ખેંચી હતી. PM મોદીનુ આ પ્રકારનુ સ્વરુપ લોકોએ નહી જોયુ હોય. મુશ્કેલીમાં પણ મોદી શાંત હતા.

PM મોદીનો આ એપિસોડ 12 ઓગસ્ટના રોજ રાત્રે 09:00 કલાકે પ્રસારિત થનાર છે. વિશ્વમાં વસતા દરેક ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોમાં પણ આ એપિસોડને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. મોદીને અલગ અંદાજમાં રજૂ કરતા આ શોને જોવાનું ચૂકશો નહી.

Leave a Response

error: Content is protected !!