જાણવા જેવુરાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક : ભારતના અર્થતંત્ર સામે ચીન અમેરિકા કમજોર

102views

વિશ્વમાં મંદી ચાલી રહી છે. ત્યારે મોદી સરકારે અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા મહત્વના નિર્ણય લીધા છે. જેમાં મૂડી બજારોમાં રોકાણ વધારવા માટે ફાઇનાન્સ નંબર 2 એક્ટ 2019 દ્વારા વસૂલવામાં આવેલ વધારોનો દર પાછો ખેંચવામાં આવશે. તેમજ 111-A અને 112-Aમાં ઉલ્લેખિત ઇક્વિટી શેર, એકમોના સ્થાનાંતરણથી થતા તમામ લાંબા-ટૂંકા ગાળાના મૂડી બજારોના લાભો પર લાગુ થશે. તેના પરિણામે FPI પર વધારાનો દર નાબૂદ થશે અને ઇક્વિટીમાં સ્થાનિક રોકાણકારોનો વધારો થશે. જેના કારણે નોંધણી થયેલ નવા વ્યવસાયને ‘એન્જલ ટેક્સ’થી મુક્તિ મળશે. DPIIT હેઠળ નોંધણી થયેલ નવિન વ્યવસાયો પર કલમ 56 (2) (7)(B) લાગુ થશે નહીં. સ્ટાર્ટઅપ્સની સમસ્યાઓને દૂર કરવા માટે CBDT સભ્યોનો વિભાગ બનાવવામાં આવ્યો છે.

વર્તમાનમાં યુએસ-ચાઇના વેપાર યુદ્ધ અને ચલણના અવમૂલ્યનને પરિણામે વૈશ્વિક વેપારમાં ખૂબ જ અસ્થિર પરિસ્થિતિ બની છે, પણ ભારતમાં મંદીનું કોઈ જ નામોનિશાન નથી. ત્યારે વર્તમાન વૈશ્વિક જીડીપી વૃદ્ધિ આશરે 3.2% નોંધાયો છે. ઘણા દેશોની તુલનામાં હજી પણ ભારતનો વિકાસ દર ઉંચો રહ્યો છે. ભારતનો વિકાસ દર યુ.એસ. અને ચીન કરતા પણ વધારે છે.

Leave a Response

error: Content is protected !!