રાજનીતિ

રંગીલા રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભઈ રૂપાણીએ મલ્હાર લોકમેળાને ખુલ્લો મુક્યો

110views

રાજકોટમાં CM રૂપાણીના હસ્થે મલ્હાર લોકમેળાને ખુલ્લો મકવામાં આવ્યો છે. આ પ્રરસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, જનસામાન્યમાં મેળા થકી નવી ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી રાજ્યના નવસર્જનમાં સામાન્ય નાગરિકો સહભાગી બની શકે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવને પાંચ દિવસ ઉજવવાની સૌરાષ્ટ્રની પરંપરાને આગળ વધારી છે. તેમજ લોકોને ગાય-મોરપિંચ્છ–બંસરી-સુદર્શન ચક્ર વગેરેથી સભર કૃષ્ણની ફિલોસોફી જીવનમાં ઉતારવા આહવાન પાઠવ્યું હતુ. મેળો માણવા આવેલા નાગરિકોને પ્રતિવર્ષ રાજકોટના મેળામાં જોવા મળતી સામાજિક સમરસતા આ વર્ષે પણ જાળવી રાખવા અને મેળામાં સ્વચ્છતા થકી સ્વસ્થતા જાળવવા પર ભાર મુકયો હતો.

રેસકોર્ષ મેદાનમાં મલ્હાર લોકમેળાના પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. સ્વચ્છતા જળવવા મેળામાં કચરો ઠાલવવા માટે મુકાયેલી તમામ 15 કચરા પેટીઓ હાઉસફુલ થઇ ગઇ હતી. અંદાજે 25 ટન કચરાનો નિકાલ થયો હોવાનું પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!