રાજનીતિ

ગુજરાતના “હીરા”નો ઝળહળાટ હવે વૈશ્વિક સ્તરે ચમકશે : રશિયા સાથે સરકારના MOU

90views

ગુજરાત અને રશિયા વચ્ચે ડાયમંડ ઈન્ડસ્ટ્રી સેકટરમાં બે MOU સાઈન કરવામાં આવ્યા છે. જેમાં ગોલ્ડ અને ડાયમંડ માઈનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સીસના ઉપયોગ માટે અદ્યતન  ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ગુજરાતને મળશે જે આ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી બનશે. વિશ્વમાં 10 ડાયમંડ માથી 8 ડાયમંડ કટીગ અને પોલીશિંગ ગુજરાતમાં થાય છે ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી  ઉદ્યોગને નવો વેગ મળશે.

રશિયાના યુકુટીયા પ્રાન્ત(Yukutia regian) અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ ડાયમન્ડ માટેના MOU સાઈન થયા છે. રશિયન ફેડરેશનના પ્રિર્મોસ્કી ક્રી (primorsk kria) પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલ MOU અંતર્ગત ગુજરાત હિરા ઉદ્યોગના સંચાલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો તેમજ સુરતમાં હીરાના હજારોની સંખ્યામાં કારખાનાઓ આવેલા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રંના  રત્નકલા કારીગરોને વિપુલ રોજગારીની તકો ઉપલબદ્ધ થાય છે. પરંતુ પાછળ ઘણા વર્ષોથી આ ઉદ્યોગમાં ચાલી રહેલી ભયકંર મંદીને કારણે ઘણા કારખાનાઓ બંધ થયા છે અને ઘણા બંધ થવાની અણી પર છે ત્યારે રાજ્ય સરકારના આ એમ.ઓ.યુ.થી અનેક રોજગારીની તકો તો પ્રાપ્ત થશે જ પણ બેકાર બની ગયેલા રત્નકલાકારોને ફરી રોજગારી મળશે.

Leave a Response

error: Content is protected !!