રાજનીતિ

શનિ-રવિ સહિત જાહેર રજાઓમાં રાજ્યની તમામ RTO કચેરીઓ રહેશે ચાલુ; આર.સી.ફળદુ

117views

વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચનાનુસાર નાગરિકોના હિતમાં રાજ્યની તમામ RTO કચેરીઓ રાબેતા મુજબ  શનિ-રવિ સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે. આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નીંગ લાયસન્સ અને ડ્રાયવીંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મોટરવાહન અધિનિયમ -2019 કારણે જાહેર જનતામાં લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી., એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!