રાજનીતિ

રૂપાણી સરકારનો વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય

103views

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાં ખાનગી ઝૂંપડપટ્ટીનું પુનઃવસન યોજના શહેરોમાં ખાનગી જમીન ઉપર રહેતા ઝુંપડાવાસીઓના પુનઃવસન માટે સરકારે ખાસ નીતિ તૈયાર કરવામાં આવી છે. રાજ્ય સરકાર પીપીપી મોડથી ઝુંપડાવાસીઓને ઘરનું ઘર આપવા પ્રોત્સાહન પૂરું પાડશે.

વિદ્યાર્થીલક્ષી નિર્ણય

રાજ્ય સરકાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને 4G સુવિધા યુક્ત નમો ઇ-ટેબલેટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ધોરણ 10 અને 12 પછી વિવિધ શૈક્ષિણક કોર્સીસમાં અભ્યાસરત ત્રણ લાખ વિદ્યાર્થીઓને રૂ.1000 ના ટોકન દરે 4G એનેબલ્ડ નમો ઇ-ટેબલેટ આપવામાં આવશે.

ખેડૂતલક્ષી  નિર્ણય

ગુજરાત સરકારે ખેડૂતોના સર્વાંગી વિકાસ થાય અને ખેડૂત વધુ સાધનો ઉપયોગ કરે એટલા માટે સાધન સહાય વિતરણ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારે કૃષિક્ષેત્રે ખેડૂતોને આપવામાં આવતી સાધન સહાયમાં ઐતિહાસિક વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂત ખેતીક્ષેત્રે પ્રગતિ કરશે.

Leave a Response

error: Content is protected !!