રાજનીતિ

શશિ થરુરે PM મોદીના પડકારને સ્વીકારી રોજ એક નવો શબ્દ ટ્વિટ કરશે

88views

દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા લોકો થાકતા નથી.તેવામાં કેરળના કોંગ્રેસ સાંસદ શશિ થરુરે શુક્રવારના રોજ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમને વડાપ્રધાન મોદીના દરરોજ ભારતીય ભાષાઓનો એક નવો શબ્દ શીખવાની સુચનાના વખાણ કરતા કહ્યું કે, તેઓ નરેન્દ્ર મોદીના ભાષા અંગેનો પડકાર સ્વીકારીને દરરોજ અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં એક નવો શબ્દ ટ્વીટ કરશે.

પડકાર સ્વીકારતા શશી થરૂર આજનો પ્રથમ શબ્દ ‘બહુલવાદ ‘ આપ્યો છે. જેને અંગ્રેજીમાં ‘ પ્લોરલીઝમ ‘ અને મલયાલમમાં ‘ બહુવચનમ ‘ થી ઉચ્ચારિત કરી શકાશે.

રોજ બરોજ એક નવો શબ્દ શીખવાની બાબતે નરેન્દ્ર મોદીએ મલયાલમમાં મનોરમા ન્યુઝ કોનકલેવ 2019 ના ઉદ્દઘાટનમાં કહ્યું હતું કે, મીડિયા સૌથી સરળ શરૂઆત એ કરી શકે છે કે, દેશભરમાં બોલાતી દસથી બાર ભાષાઓમાં તે એક શબ્દનું પ્રકાશન પ્રકાશિત કરી શકે છે. જેથી લોકો એક વર્ષમાં વિવિધ ભાષાના 300 નવા શબ્દો શીખી શકે છે. અને લોકો અલગ અલગ ભાષા પર પોતાનું પ્રભુત્વ બેસાડી શકે છે.

Leave a Response

error: Content is protected !!