જાણવા જેવુરાજનીતિ

સ્વચ્છ ભારત અભિયાને રચ્યો ઇતિહાસ

114views

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં શૌચાલયોથી મુક્ત થયા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. હાલ દેશના 35 રાજ્ય, 699 જિલ્લા અને  5.99 લાખ ગામને ખુલ્લામાં શૌચાલયોથી મુક્ત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે, 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે” 2 ઓક્ટોબર, 2014ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ હતી.

સ્વચ્છ ભારત અભિયાન લોકોનું જોરદાર સમર્થન મેળવીને ‘જન આંદોલન’ બની ગયું. સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં આગળ આવ્યા અને તેમણે એક સાફ સુથરા ભારતના શપથ લીધા. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત બાદ માર્ગોની સફાઈ માટે હાથમાં ઝાડુ ઉપાડવું, સફાઈ પર ધ્યાન અને એક સ્વચ્છ માહોલ બનાવવાની કોશિશ લોકોની આદતમાં સામેલ થઈ ગઈ. લોકો આ અભિયાનમાં સામેલ થવા લાગ્યા અને તેઓ આ સંદેશને ફેલાવવામાં મદદ કરી રહ્યા છે કે ‘સ્વચ્છતા ઈશ્વરની ભક્તિની સૌથી નજીક છે.

Leave a Response

error: Content is protected !!