જાણવા જેવુરાજનીતિ

પી.એમ. મોદીની સંઘર્ષની સાક્ષી એવી ચાની દુકાનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

222views

બાળપણમાં વડાપ્રધાન પી.એમ. નરેન્દ્ર મોદીએ વડનગરના જે ચાના સ્ટોલ પર ચા વેચી હતી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ગુજરાતના વડનગરમાં જે ચાની દુકાનમાં કામ કરતા હતા, તે દુકાનને લઇને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના વડનગરમાં આવેલા તેમના ચાના સ્ટોલને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃત મંત્રી પ્રહલાદ પટેલે એ સ્ટોલ જુના સ્વરૂપ સચવાઇ રહે તે માટે દુકાનને કાચથી કવર કરવાનો આદેશ આપ્યો છે.

આ પહેલા 2017માં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. તેમજ 2014ની લોકસભાની ચૂંટણીઓ અગાઉ પી.એમ. મોદી પોતાની ચૂંટણી રેલીઓમાં પોતાના બચપણના દિવસોમાં વડનગર રેલ્વે સ્ટેશન પર પોતાના પિતાની સાથે ચા વેચવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત સહિત વિશ્વભરમાં એ જગ્યાને લઈને ખાસુ કુતુહલ જોવા મળે છે અને લોકો એ સ્થળને જોવાની ખુબજ જિજ્ઞાસા પ્રગટ કરે છે જ્યાં નરેન્દ્ર મોદી બચપણમાં પિતાને મદદ કરવા માટે ચા વેંચતા હતા

Leave a Response

error: Content is protected !!