રાજનીતિ

“શાસન રત્ન” એવોર્ડથી સન્માનિત થયા વિજય રૂપાણી

91views

ગુજરાતના CM વિજય રૂપાણીને પર્યુષણ મહાપર્વ પ્રસંગે મુંબઈમાં “શાસનરત્ન” એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈમાં શાસનરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. CM રૂપાણીને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂદેવ રાકેશભાઈના હસ્તે “શાસનરત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શાસનરત્ન એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે, અહિંસા પરમોધર્મની ભાવના સાથે રામરાજ્યનું નિમાર્ણ થઈ રહ્યું છે ત્યારે શ્રદ્ધા સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. શ્રીમદ્ રાજચંદ્ર પૂજ્ય મહાત્મા્ ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરૂ હતા. અહિંસાની કલ્પના શ્રીમદ્ રાજચંદ્રના બોધમાં રહેલી છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાના સિદ્ધાંતને જીવનમંત્ર બનાવ્યો હતો તેના મૂળમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો પ્રભાવ રહેલો છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સૂક્ષ્મ જીવો માટે કરૂણા એ આપણો સંસ્કા્ર અને સ્વભાવ છે. ભગવાન મહાવીરે પ્રબોધેલા “અહિંસા પરમોધર્મ”નાં સિદ્ધાંતને દુનિયાએ સ્વીકાર કરેલો છે. અહિંસા, તપ, સંયમ અને અનેકાંતનાં સિદ્ધાંતનો વિશ્વમાં પ્રકાશ ફેલાવનાર ભગવાન મહાવીરની ત્યાગની ભાવનાને ઉજાગર કરવાનો આ પર્યુષણ પર્વ એક અવસર છે.

અબોલ પશુઓનાં જીવને અભયદાન મળે એ પ્રકારેની વ્યવસ્થા રૂપાણી સરકારે કરી છે. દરેક જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રૂપાણી સરકારે દરેક જીવોની ચિંતા કરીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે.

Leave a Response

error: Content is protected !!