રાજનીતિ

વરસાદને કારણે ધોવાયેલા તમામ રસ્તાઓ દિવાળી સુધીમાં રીપેર કરવાનો મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ

103views

ભારે વરસાદને કારણે મોટાભાગના શહેરોમાં માર્ગો ધોવાઈ જવાની, ખાડા અને ભૂવા પડવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગરપાલિકા અને નગરપલિકાઓને અત્યારથી જ માસ્ટર પ્લાન તૈયાર કરીને દિવાળી સુધીમાં તમામ રસ્તાઓના રિપેરિંગનું કામ પૂર્ણ કરી દેવાની સુચના આપી છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ વાત જણાવી હતી. આ કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પૈસાની ચિંતાનો કરો લોકોના સમસ્યાના સમધન માટે કામ કરો, દિવાળીના તહેવાર પહેલા રસ્તાઓની મરમત પૂર્ણ કરો.

 

Leave a Response

error: Content is protected !!