રાજનીતિ

મુંબઈ ખાતે નીતિઆયોગની બેઠકમાં રૂપાણીએ ખેડૂત હિત માટે વિવિધ ઉપાય સૂચવ્યા

94views

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભઈ રૂપાણીએ મુંબઈમાં નીતિઆયોગની બેઠકમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોનેકૃષિ ઉત્પન્ન બજારમાં જ કૃષિ ઉપજની વેચાણની તક આપવાની સાથે મૂલ્ય વૃદ્ધિની પણ તક મળી રહેતો ખેડૂતોની આવકમાં વધારો લવી શકાય છે. આ સાથે જ ખેડૂતોની બહુધા ઉપજોને ઓનલાઈન બજાર ઈ-નામ હેઠળ આવરી લેવામાં આવે. પાયલોટ પ્રોજોક્ટમાં મર્યાદિત ઉપજોને આવરી લેવામાં આવેલી છે.

તેમણે કહ્યુ હતુ કે નાના ખેડૂતોને ઈ-નામ પોર્ટલ પર પોતાનો માલ સીધો વેચતા ન ફાવેતો તેવા સંજોગોમાં એજન્ટના માધ્યમથી વેચાવાની તક મળે તેવી વ્યવસ્થા કરવાની પણ તેમણે માગણી કરી હતી.

તેમજ કોન્ટ્રાકટ ફાર્મિંગ અને સહિયારી ખેતીના ગાંઘીનગર જિલ્લાના શિવપુરા કમ્પામાં કરવામા આવી રહેલી ખેતી પણ સરો વિકલ્પ છે. 150 હેક્ટરમાં ખેતી થઈ રહી હોવાનુ તામણે જણાવ્યું હતુ. આ સામુહિક ખેતી કરીને ખેડુતો વધુ નફો મેળવી શકશે અને નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી શકશે. સામુહિક ખેતીને પરિણામે ખેડુતોના જૂથનો બર્ગેઈનિંગ પવર પણ વધી જશે. આ સંજોગોમા કોન્ટ્રાકટ ફાર્મિંગ હેઠળ સામુહિક ખેતીનો વિકલ્પ વધુ સારો હોવાથી તેને અનુસરવાની પણ ભલામણ કરી હતી.

ખેતીવાડીના વિકાસની સાથે પશુપાલનનો પણ વિકાસ થયો હોવાથી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થયો છે. આ સંજોગોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ અન્ય દેશોમાંથી ભારતમાં દૂધની આયાત થવા દેવામાં આવશે તો તેને પરિણામે ગુજરાત સહિત દેશભરના પશુપાલકો પર વિપરીત અસર પડશે, આ બાબતે ખેડૂતો અને પશુપાલકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી જ નિર્ણયો લેવા તેવુ જણાવ્યું હતું.

તેમજ ખેત ઉત્પાદનોના સંગ્રહ માટે અત્યધુનિક ટેક્નોલોજીથી ચાલતા વેરહાઉસ ઉભા કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. જલદી બગડી જતાં શાકભાજી ફળ જેવા ઉત્પાદોનો માટે કોલ્ડ સ્ટોરેજની ચઈન માટે આર્થિક સહાયની યોજનાની માફક જ ગોદામમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની રાષ્ટ્રીયસ્તરની યોજનાઓ તૈયાર કરવી જોઈએ.

Leave a Response

error: Content is protected !!