રાજનીતિ

રાજ્ય સકારના હાલના બધા કાર્યક્રમ મોકૂફ, સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ

108views

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની સરકારે 7 ઓગસ્ટના રોજ 3 વર્ષ પૂરા કર્યા છે. તેની ઉજવણીના ભાગરુપે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સંકલ્પ સે સિધ્ધિ કી ઓર અગ્રેસર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ  ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું. હૃદય રોગનો હુમલો થતાં તેમને એઈમ્સ ખસેડાયા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અચાનક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં આધાતનું મોજું ફરીવળ્યું હતું

અચાનક નિધનના સમાચારથી રાજ્ય સરકારે હાલના બઘા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

આ ત્રણ વર્ષમા રાજ્ય સરકાર દ્વારા 981 બેઠકો યોજીને 600 ઉપરાંત જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનો પરિણામલક્ષી અમલીકરણ કરવામાં આવ્યુ. જનહિત કાર્યકરવા માટે અન્ય રાજ્યના મંત્રીશ્રીઓ,  મુખ્યમંત્રીશ્રીઓ,  કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિદેશી પ્રતિનિધિ મંડળો,  ઉદ્યોગપતિઓ,  ધારાસભ્યો,  સંસદસભ્યો,  બિનનિવાસી ભારતીયો,  પ્રબુદ્ધો, મહાનુભાવો વગેરે 2364 જેટલા મુલાકાતીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી છે.

Leave a Response

error: Content is protected !!