રાજનીતિ

રશિયાના પ્રવાસે વિજયભઈ રૂપાણી, હીરાઉદ્યોગના વિકાસ માટે બે MOU થશે

95views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રિદિવસીય રશિયાના પ્રવાસે છે. રશિયાના વાલ્ડીવોસ્ટોક  એરપોર્ટ પર વિજયભઈ રૂપાણી તેમજ ભારતીય પ્રતિનિધિ મંડળનુ રશિયન ડેલિગેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ડેલીગેશની મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, બે મહિના પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રશિયાની મુલાકાત લેવાના છે તે પહેલાં પરંપરાગત ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બને તે માટે આ ડેલીગેશનની મુલાકાત મહત્વની બની રહેશે.

વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી સેકટરમાં બે MOU સાઈન કરવામાં આવશે.  આ MOU અન્વયે રશિયાના યુકુટીયા રિજિયન (Yukutia regian) અને ગુજરાત વચ્ચે સોર્સીસ ઓફ ડાયમન્ડ માટેનો MOU થવાનો છે. રશિયન ફેડરેશનના પ્રિર્મોસ્કી ક્રી (primorsky kria) પ્રાંત અને ગુજરાત વચ્ચે થનાર MOU અંતર્ગત ગુજરાત હિરાઉદ્યોગ સંચલકો દ્વારા પ્રિર્મોસ્કી ક્રી પ્રાંતમાં ડાયમન્ડ કટીંગ એન્ડ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટેના MOU થશે.

 

Leave a Response

error: Content is protected !!