રાજનીતિ

રાજ્યમાં ભારે વરસાદને પગલે સીએમ રૂપાણીએ બેઠક બોલાવી

98views

રાજ્યમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે CM વિજય રૂપાણીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી. ભારે વરસાદના પગલે જે જિલ્લા વધુ અસર થઈ છે તેની જાણકારી મેળવી અને સાથો સાથે ત્યાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી.

ભારે વરસાદને કારણે સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોને સ્થળઆંતર કરવામાં આવ્યા છે.

હજુ 48 કલાકની ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે આર્મીની બે ટુકડી અને NDRF ટીમ ખડેપગે છે. વડોદરા ખાતેથી એક ટુકડી રાજકોટ શહેરમાં રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાંથી આર્મીની એક ટુકડી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો માટે રવાના કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીના કહેવા પ્રમાણે લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે જે ડેમ રૂલ લેવલ સુધી પહોંચી ગયા છે તેમાંથી પાણી છોડવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!