વિકાસની વાત

સેલ્સ ગર્લથી લઈને દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી સુધીની સફર… જાણો નિર્મલા સીતારામન વિશે

129views

નરેન્દ્ર મોદીની નવી સરકરામાં નિર્મલા સિતારામનને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. નિર્મલા સિતારામન પહેલા રક્ષામંત્રી તરીકે હતા.રક્ષા મંત્રી તરીકે તેમણે ઘણા જ પડકારોનો સામનો કર્યો હતો. કારણ કે 2019ની ચૂંટણી અને તે પહેલા વિપક્ષે રાફેલનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. આ તમામ વિવાદો હોવા છતા તેમણે રક્ષામંત્રી તરીકેનું પદ સફળતાપુર્વક નિભાવ્યું . હવે તેમણે નાણામંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું છે આ સાથે જ નિર્મલા સિતારામન દેશના પહેલા મહિલા નાણામંત્રી બન્યા છે.

નિર્મલા સીતારામનનું જીવન ખુબ સાદગી ભર્યુ રહ્યુ છે. નિર્મલાનો જન્મ મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણન સીતારામન છે અને માતાનું નામ સવિત્રી છે.નિર્મલા સીતારામનના પિતા રેલવેમાં હતા જેના કારણે તેનું બાળપણ અલગ અલગ શહેરોમાં વિત્યું.તેમનુ ભણતર મદ્રાસ અને તિરુચિરાપલ્લી ની શાળામાં થયુ હતું.તેમણે તિરુચિરાપલ્લી ખાતે આવેલી સીતલક્ષ્મી રામાસ્વામી કોલેજ માથી અર્થશાસ્ત્રમાં બી.એ. ની ડિગ્રી મેળવી હતી. અને દિલ્હીમા આવેલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ની ડિગ્રી મેળવી હતી. એમફીલ કર્યુ. તેમના લગ્ન પરાકાલા ડોક્ટર પ્રભાકર સાથે થયા છે. ડોક્ટર પ્રભાકર સાથે તેઓ થોડા સમય લંડન પણ રહ્યા હતા. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે નિર્મલા સિતારામને લંડનના એક હોમસ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે કામ કર્યુ હતુ બાદમાં તેમને મેનેજરની નોકરી મેળવી હતી.

નિર્મલા સીતારામન ૨૦૦૮ માં ભાજપમાં જોડાયા હતા અને ત્યાં તેમણે પક્ષના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ માં, તેમને એક કનિષ્ઠ પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.૧૧ જુન ૨૦૧૬ ની રાજ્ય સભાની ચૂંટણી માટે, મે ૨૦૧૬ માં ભાજપે ૧૨ ઉમેદવારોની નિયુક્તી કરી હતી, જેમા એક નિર્મલા સીતારામન હતા. તેમણે સફળતાપૂર્વક કર્ણાટકમાંથી તેમની બેઠક લડી હતી. ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, તેમને રક્ષા મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારામન માત્ર બીજી મહિલા છે, જે રક્ષા મંત્રીનુ પદ ધરાવે છે

વિપક્ષ દ્વારા  સંસદમાં અને પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક વખત તેમનો ઘેરાવો કરવામાં આવ્યો હતો પણ મજબુત ઈરાદાવાળા નિર્મલા સીતારમણએ સૌનો હટીને સામનો કર્યો હતો. આમ દેશની તમામ મહિલા માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા છે.

 

error: Content is protected !!