રાજનીતિ

લંડનની કોર્ટે ચોથી વાર નિરવ મોદીની જામીન અરજી ફગાવી, પ્રત્યાર્પણની અટકળો તેજ

174views

રૂ.૧૩ હાજર કરોડના PNB કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલી ફરી એક વાર વધી છે. લંડનની હાઈકોર્ટે નીરવ મોદીની જમીન અરજી ચોથી વાર ફગાવી છે. ચોથી વાર જમીન અરજી રદ્દ થતા નીરવ મોદીને લંડનની જેલમાં જ રહેવું પડશે.

લંડનની હાઈકોર્ટે ફગાવી અરજી
લંડનની જેલમાં બંદ ભાગેડુ નીરવ મોદી જેલમાંથી છૂટવા માટે હવાતિયા મારી રહ્યો છે. લંડનની વેસ્ટ મીન્સ્ટર કોર્ટમાં નીરવ મોદીએ આગાઉ ત્રણ-ત્રણ વાર જમીન અરજી કરી હતી. ત્રણેય વાર વેસ્ટ મીન્સ્ટર કોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી હતી.વેસ્ટ મીન્સ્ટર કોર્ટે ત્રીજી વાર નીરવ મોદીની અરજી ફગાવતા ભારત સરકારબને પૂછ્યું હતું કે પ્રત્યાર્પણ બાદ નીરવ મોદીને ભારતની કઈ જેલમાં રાખશો. વેસ્ટ મીન્સ્ટર કોર્ટના આ નિવેદનથી પ્રત્યાર્પણથી ડરી ગયેલા નીરવ મોદીએ વેસ્ટ મીન્સ્ટર કોર્ટના ચુકાદાને લંડનની હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે લંડનની હાઇકોર્ટે ચોથી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવતા નીરવની જેલમાંથી છૂટવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

હાઇકોર્ટે નીરવ મોદીના વકીલને લગાવી ફટકાર
લંડનની હાઈકોર્ટમાં નીરવ મોદી તરફથી દલીલ કરી રહેલા વકીલને હાઇકોર્ટ ફટકાર લગાવી હતી. નીરવ મોદીના વકીલની દલીલ હતી કે નીરવ મોદી પર પ્રત્યાર્પણનો કેસ શરૂ થઇ ગયો છે. એમનો પરિવાર પણ લંડન સ્થાઈ થવાની તૈયારીમાં છે એવામાં નીરવ મોદીના ભાગવાની શક્યતા નથી માટે જામીન આપવામાં આવે. હાઇકોર્ટે નીરવ મોદીના વકીલને ફટકાર લગાવતા કહ્યું કે આ દલીલ વ્યજબી નથી. જો નીરવ મોદીને જામીન આપવામાં આવે તો એ પુરાવાઓ નષ્ટ નહિ કરે એની શું ખાતરી?

નીરવ મોદીના પ્રત્યાર્પણની અટકળો તેજ
નીરવ મોદીની જામીન અરજી રદ્દ કરતા હાઈકોર્ટે ૨૭ જૂન સુધીની કસ્ટડી યથાવત રાખી છે. ED દ્વારા ફાઈલ કરવામાં આવેલી નીરવ મોદીને ભારત લાવવાની અરજી પર વિચાર કરતા લંડનની હાઈકોર્ટે ED ના વકીલને પ્રશ્ન કરીને ભારતીય જેલની માહિતી માંગી હતી કે નીરવ મોદીને કઈ જેલમાં રાખવામાં આવશે. હાઈકોર્ટના આ પ્રશ્નથી નીરવ મોદીના પ્રત્યાર્પણની અટકળો તેજ થઇ છે.

લંડનની જેલમાં બંદ છે નીરવ મોદી

ED ના સતત પ્રયત્નોથી ભાગેડુ નીરવ મોદી વિરૂદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી હતી. સેન્ટ્રલ લંડનની એક મેટ્રો બેંકમાં ખાતું ખોલાવવા જતા લંડન પોલીસે નીરવ મોદીની અટકાયત કરી હતી. ત્યારબાદ લંડનની વેસ્ટ મીન્સ્ટર કોર્ટે નીરવ મોદીને જેલમાં ધકેલી દીધો હતો. ત્યારથી નીરવ મોદી લંડનની જેલમાં બંદ છે.

Leave a Response

error: Content is protected !!